Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે વિશ્વ બાલિકા દિવસે, બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં મળ્યું સ્થાન

રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૮૨ બાલિકાઓને મુખ્યમંત્રી, મંત્રી ધારાસભ્ય બનાવવામાં આવી હતી

ગુજરાતમાં આજે વિશ્વ બાલિકા દિવસે, બાલિકાઓ બની મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં મળ્યું સ્થાન
X

વિશ્વ બાલિકા દિવસ પર ગાંધીનગરમાં અનોખી ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિધાનસભા ખાતે 'તેજસ્વિની વિધાનસભા' અંતર્ગતનાં કાર્યક્રમમાં ૧૮૨ વિદ્યાર્થીનીઓને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવી વિધાનસભાનું સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે જ બાલિકા પંચાયતની શરૂઆત પણ કરાવવામાં આવી. ગર્વની વાત તો એ છે કે તેજસ્વિની વિધાનસભાનાં આ અનોખા કાર્યક્રમને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સ્થાન પણ આપવામાં આવ્યું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિશ્વ બાલિકા દિવસની તેજસ્વિની વિધાનસભા અંતર્ગત આજે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા થયેલી આ ઉજવણી વિધાનસભા ખાતે કરવામાં આવી જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૧૮૨ બાલિકાઓને મુખ્યમંત્રી, મંત્રી ધારાસભ્ય બનાવવામાં આવી હતી યુવતીઓમાં સંસદીય પ્રણાલીની જાગૃતિ અને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની સહભાગીતામાં વધારો કરવાનાં ઉદેશ્યથી આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું કે, "અમદાવાદ સમરસ છાત્રાયલની વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર ગુજરાતની બાલિકા પંચાયતની દીકરીઓ કાર્યક્રમમાં જોડાઈ હતી." આ સાથેજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આપણને આનંદ થાય તેવી રીતે બાલિકાઓએ આજે વિધાનસભાનું સંચાલન કર્યું. આવનારા સમયમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજકારણમાં વધવાનું છે..

Next Story