ગુજરાતનું એક એવું ગામ જ્યાં સિગરેટ નથી પીવાતી કે વેચાતી,જુઓ કયુ છે આ ગામ

એક એવું ગામ ક્યાં જ્યાં 8 દાયકાથી સિગારેટ નથી વેચવામાં આવતી કે પીવાતી નથી.યુવા પેઢી માટે પ્રેરણાદાયક આ ગામ બન્યું છે.

New Update
ગુજરાતનું એક એવું ગામ જ્યાં સિગરેટ નથી પીવાતી કે વેચાતી,જુઓ કયુ છે આ ગામ

ભાવનગર જિલ્લાના એક એવું ગામ ક્યાં જ્યાં 8 દાયકાથી સિગારેટ નથી વેચવામાં આવતી કે પીવાતી નથી.યુવા પેઢી માટે પ્રેરણાદાયક આ ગામ બન્યું છે. જોઈએ ગામની પ્રથા આ અહેવાલમાં

ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકનું એક એવુ ગામ કે જયાં 8 દાયકાથી ગામમાં સિગરેટ પીવાતી નથી કે નથી વેચાતી.ગામ નાનું પણ કામ મોટું.પૂર્વજોએ કરેલા નિર્ણયનું આજની પેઢી અનુસરણ કરે છે.80 વર્ષ પહેલા લગ્નનું ફુલેકુ નીકળતું જેમાં સાકરનો પડો શ્રીફળ અપાતા તેની સાથે તે વખતે જાનૈયાઓ માટે સિગરેટ આપવામા આવતી હતી જેની પાછળ હાજરો રૂપિયાનો ધુમાડો થતો તે પ્રથા બંધ કરી આજે 80 વર્ષ બાદ પણ આ ગામમાં સિગરેટ કે બીડી નથી વેચાતી જેનો ગર્વ રાજસ્થાળી ગામના લોકો લઈ રહ્યા છે.આજ ની પેઢી ડ્રગ્સ અને દારૂ અને સિગરેટ જેવા વ્યસન કરી યુવા પેઢીઓ બરબાદ થઈ રહી છે ત્યારે ભાવનગર જિલ્લા નું રાજસ્થાલી ગામ પેરણારૂપ સાબિત થઈ રહ્યું છે

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

Latest Stories