/connect-gujarat/media/media_files/2025/03/12/ZbgBoRQhvE03Hy0pAZpi.jpg)
રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હેનિલ પટેલ નામના9વર્ષના બાળકને હાથમાં ટાંકા લઈ માત્ર24કલાક એડમિટ રાખી તોતિંગ બિલ પરિવારને પકડાવ્યું છે. મેડિક્લેઈમ હેઠળ સારવાર આપીને24કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. જેમાં હાથમાં7ટાંકાનું1લાખ60હજાર રૂપિયા બિલ હોસ્પિટલે પકડાવ્યું છે.
એટલું જ નહિ, બાળક સાંજના સમયે એડમિટ થયું છતાં પણ સવારના સમયના ડોક્ટરની વિઝીટના ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દર્દીના સગા પાસે ડિપોઝીટ પેટે રૂપિયા10હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. ત્યારે બાળકના દાદા જગદીશભાઈ પટેલ વોકહાર્ટ હોસ્પિટલ સામે કાયદાકીય કાર્યવાહી કરશે કે નહી એતો આવનાર સમય જે બતાવશે.હાલમાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.
ક્યા ડોકટરનો કેટલો ચાર્જ લગાવ્યો ?
- ડોક્ટર હાર્દિક ધમાણિયાની ફી 61,120
- સર્જરી ચાર્જ 21,400
- ડો.ભાવિક ભુવા ચાર્જ 11,000
- એસો.કો.સર્જન ચાર્જ 15,000
- ઇમરજન્સી સર્જરી ચાર્જ 3,210
- ઇમરજન્સી સર્જન ચાર્જ 9168
- ઇમરજન્સી એનેસ્થેસીયા ફી 1650
- ઇમરજન્સી એસો.સર્જન ચાર્જ 2250
- ફાર્મસી ચાર્જ રૂપિયા 3044
- કુલ બિલ રૂપિયા 1,60,910
4માર્ચના રોજ હેનિલ પટેલ નામનો સગીર તેની માતા સાથે એક્ટીવા પર જતો હતો,ત્યારે એક્ટિવા પરથી નીચે પડી ગયો હતો.હેનિલના જમણા હાથમાં ઈજા પહોંચી હતી. જેથી તેને સાંજે7.35કલાકે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. - મેડિકલેમના નિયમ પ્રમાણે, દર્દીને24કલાક દાખલ રહેવું પડે. જેથી5માર્ચે રાત્રે10.40વાગ્યે બાળકને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.
પરંતુ આ24કલાકના હોસ્પિટલને પટેલ પરિવારને1લાખ61હજારનું બિલ પકડાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે બાળકના દાદા જગદીશભાઈ પટેલે હોસ્પિટલે ચલાવેલી ઉઘાડી લૂંટનો વિરોધ કર્યો છે.
તો સમગ્ર મામલે વિવાદ થતા વોક હાર્ટ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. હોસ્પિટલના સેન્ટર હેડ દુષ્યંત પટેલે કહ્યું કે, દર્દીને વોક હાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા. મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી. રજા આપ્યા બાદ ડોક્ટરોને પણ બતાવવા માટે આવ્યા હતા.
ઈન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સહમતી આપી હતી. તો બીજી તરફ, ડો.હાર્દિક ધમસાણીયાએ61હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા. સેન્ટર હેડ દુષ્યંત પટેલ જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા. સેન્ટર હેડ ભાન ભૂલ્યા અને વોક હાર્ટ હોસ્પિટલને બદલે અન્ય હોસ્પિટલ કહી વખાણ કર્યા હતા.