Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલ ખાતે મહોરમના પવિત્ર તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.

પંચમહાલ  : હાલોલ ખાતે મહોરમના પવિત્ર તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.
X

હાલોલ નગર ખાતે હાલમાં મુસ્લિમોના પાવન પર્વ મોહરમની રંગે ચંગે મુસ્લિમ બિરાદારો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આગામી તારીખ 29 મી જુલાઈ શનિવારના રોજ મોહરમનું ભવ્ય જુલુસ નગર ખાતે યોજાનાર હોઈ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરીની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ દ્વારા નગર ખાતે મહોરમના પર્વને અનુલક્ષીને મોહરમનું ઝુલુસ નગર ખાતે ભવ્ય રીતે શાંતિપૂર્ણ માહોલમાં કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા સલામતીની જાળવણી સાથે સંપૂર્ણ કોમી ભાઈચારાની ભાવના વચ્ચે યોજાય તેને લઈને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓએ પોલીસ ચોકીથી ફુટ પેટ્રોલિંગનો આરંભ કરી નગરના બજાર વિસ્તારમાં રહી લીમડી ફળિયા, કસ્બા વિસ્તાર,કોઠી ફળિયા, હજરત બાદશાહ બાબાની દરગાહ વિસ્તાર,તેમજ પાવાગઢ રોડ અને અરાદ રોડ,ઘોડાપીર સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Next Story