પંચમહાલ : દેશમાં વધતી મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, પોલીસે કરી અટકાયત

પેટ્રોલ-ડીઝલ-જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને, હાલોલ તાલુકા મથકે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ.

પંચમહાલ : દેશમાં વધતી મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, પોલીસે કરી અટકાયત
New Update

સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોચ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા મથકે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.

દેશમાં છેલ્લા ઘણાં સમયથી પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણ ગેસ તથા તેલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસની હાલત કફોડી બની છે, ત્યારહાલોલ તાલુકા મથકે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

હાલોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, ત્યારે હાલોલ પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી AAPના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિશાલ જાદવ, જિલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, જિલ્લા ઉપપ્રમુખ હિંમતસિંહ પરમાર, શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહ સહિતના આગેવાનો સાથે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા સંગઠન મંત્રી દર્શન વ્યાસ, ઝોન કિસાન પ્રમુખ અરવિંદ માછી, જાંબુઘોડા તાલુકા પ્રમુખ જયેશ બારીઆ સહિતના કાર્યકરો વિરોધ પ્રદર્શન દરમ્યાન હાજર રહ્યા હતા.

#Panchmahal #Connect Gujarat News #BJP Vs AAP #AAP Protest #AAP News #Protest News
Here are a few more articles:
Read the Next Article