/connect-gujarat/media/post_banners/e009619c72a6dce984c486849e1dc990a0b7fb5af22ec9d7026da207e3240602.jpg)
ગુજરાતમાં દારૂ અને જુગાર બાંધી વચ્ચે પંચમહાલ જીલ્લામાં ખેડાના માતરના ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી સહિત 26 લોકો જુગાર રમતા ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે રિસોર્ટમાંથી દ્દારુનો જથ્થો પણ કબ્જે કર્યો છે.
ગુજરાતમાં દારૂ બંધી તથા જૂગાર રમવા પર પાબંધી હોવા છતા અવાર નવાર કાયદાની ઐસીતૈસી થતી જોવા મળે છે. ત્યારે જાહેર જીવનમાં પ્રજાના સેવાક જ ભાન ભૂલી ખોટા રવાડે ચડ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શીવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં ખેડા જિલ્લાના માતરના ભાજપના MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા ધારાસભ્ય સહિત 26 લોકોને પોલીસે રાત્રે દારૂ અને જુગારની મહેફિલના સ્થળેથી ઝડપી પાડયા છે.
ધારાસભ્ય સાથે આણંદ, વડોદરા, અમદાવાદ સહિતાના લોકો જૂગાર રમી રહ્યા હતા. હાઈ પ્રોફાઈલ જૂગાર ધામમાં હજુ પણ કેટલાક રહસ્યો પરથી પરદો ઉંચકાઈ શકે છે. દારૂ,શબાબ અને જૂગારના આ ખેલમાં રૂપલલના પણ હોઈ શકે છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ઝડપાયેલી હાઈપ્રોફાઈલ જૂગારના કાંડમાં સાત જેટલી યુવતીઓનો પણ સમાવેશ થાય છે. જેમાંથી ચાર મહિલાઓ નેપાળની હોવાનું સામે આવ્યું છે.LCB એ જૂગારીઓ પાસેથી 3 લાખ 80 હજારની રોકડ રકમ જપ્ત કરી છે સાથે 1 કરોડ 11 લાખની કિંમતના વાહનો તેમજ દારૂની 9 બોટલો પણ જપ્ત કરી હતી.
જો કે આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ તરફ ધારાસભ્યનું નિવેદન પણ સામે આવ્યું હતું તેઓએ સ્વ બચાવમાં કહ્યું હતું કે હું તો મંદિરે દર્શન કરવા આવ્યો હતો,રિસોર્ટની બહાર ઊભો હતો અને આમાં આવી ગયો.