Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : તંત્રની નબળી કામગીરીના કારણે ગોધરા માર્ગ પર પડ્યા ભુવા, સ્થાનિકોમાં રોષ..!

હમીરપુર માર્ગમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી, અણઘડ કામગીરીથી વારંવાર પડે છે મોટા ભુવા.

X

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સાતપુલ જકાતનાકાથી હમીરપુર ગામ તરફ જતા માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે તંત્રની અણઘડ કામગીરીના કારણે અવારનવાર મોટા ભુવાઓ પડતા હોવાથી કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી લોકભીતિ સેવાઇ રહી છે.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી દ્વારા ભૂગર્ભ ગટર લાઈનનું કામ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સાતપુલ જકાત નાકાથી હમીરપુર ગામ તરફ જતા માર્ગ પર અવાર નવાર મોટા મોટા ભુવાઓ પડતા હોય છે, ત્યારે આ રસ્તો નજીકના મોહલ્લા વિસ્તારમાં આવેલ 800થી વધુ મકાનો, એક માધ્યમિક શાળા અને 10 જેટલા ગામડાઓને જોડતા એક માત્ર માર્ગ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી અને નગરપાલિકા તંત્રની નબળી કામગીરીના કારણે ભુવાઓ પડતા રાહદારી સહિત રહીશોમાં ભયની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા માર્ગ પર પડતા મોટા ભુવાઓનું કાયમી ધોરણે નિવારણ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story