Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : હાલોલની આંગડિયા પેઢીમાંથી રૂ. 5 લાખની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર..!

પંચમહાલ : હાલોલની આંગડિયા પેઢીમાંથી રૂ. 5 લાખની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર..!
X

પંચમહાલ જિલ્લાના હાલોલ સ્ટેશન રોડના સાઈ મંદિર પાસે આવેલ આંગડિયા પેઢીને તસ્કરોએ મોડી રાત્રે નિશાન બનાવી તિજોરી તોડી રૂપિયા 5 લાખ રોકડની ચોરી કરી સીસીટીવીનું ડીવીઆર પણ લઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલોલ આંગડિયા પેઢીમાં તિજોરીના સાઈડના ખાનામાં 20 લાખની રોકડ હોવાનું તસ્કરોને ધ્યાને ન આવતા તે રૂપિયાનો આબાદ બચાવ થયો હતો. બનાવની પોલીસ ફરીયાદ હજુ સુધી નોંધાઇ નથી વડોદરા પાણીગેટ વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર સોસાયટીમાં રહેતા અને હાલોલ સ્ટેશન રોડ પર આર.કે. એન્ટરપ્રાઇઝ નામે આંગડિયા પેઢી ચલાવતા રમેશ પ્રજાપતિ ગત સોમવારે સાંજે ઓફીસની તિજોરીમાં 25 લાખ રૂપિયાની રોકડ રકમ મુકી લોક મારી ઘરે ગયા હતા, ત્યારે સવારે ઓફીસ આવી જોતા દરવાજાનું લોક તૂટેલું જોતા રમેશભાઈને ધ્રાસકો પડ્યો હતો.

ઓફીસમાં મુકેલી તિજોરીનો દરવાજો નીચે પડેલો હતો. તસ્કરો તિજોરીનો દરવાજો કાપવા સાથે મીની ગેસ વેલ્ડીંગ મશીન લઈને આવ્યા હતા. તિજોરીમાં ચેક કરતા ઉપરના ખાનામાં મુકેલ પાંચ લાખ જેટલી રોકડ ગાયબ હતી, જયારે સાઈડના ખાનામાં મુકેલ રૂ. 20 લાખની રોકડ હેમખેમ જોતા રમેશભાઈ માતાજીનો દીવો કરી આભાર માન્યો હતો. તસ્કરો પ્રોફેશનલ હોય પોતાની ઓળખ ન થાય તે માટે ઓફીસમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ મથકના પીઆઇ સહિતનો કાફલો દોડી આવી આસપાસના સીસીટીવી ચકાસી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તિજોરીમાં રોકડ રકમ હોવાની રમેશભાઈ અને પેઢીના કર્મચારીઓને જ ખબર હતી. તો બીજી તરફ, તસ્કરોને ખબર હતી કે, ઓફીસમાં મુકેલ તિજોરી મજબૂત છે. જેથી તેને તોડવા ગેસ વેલ્ડીંગ પ્લાન લઈને આવ્યા હોય ચોરી અંગે કોઈ જાણ ભેદુએ ટીપ આપી હોવાની આશંકા નકારી શકાય તેમ નથી.

Next Story