પંચમહાલ : ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ રૂ. 82 લાખની છેતરપીંડી

પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.

New Update

પંચમહાલ અને વડોદરાના અનેક ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપીંડી આચરનાર ડેસર તાલુકાના છાલીયેર ગામનો ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસારપંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામના એક ટ્રેક્ટર માલિક સાથે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલિયેર ગામના ભેજાબાજ ઈસમે ટ્રેક્ટર ભાડે રાખીને ટ્રેક્ટરનું ભાડું નહીં ચૂકવ્યું હતું. આ સાથે જ ટ્રેક્ટર પણ પરત નહીં આપી ટ્રેક્ટર માલિક સાથે છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે ટ્રેક્ટર માલિકે કાલોલ પોલીસ મથક ખાતે ભેજાબાજ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતીત્યારે ટ્રેક્ટર માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. આ ભેજાબાજ ઈસમે 17 જેટલા ટ્રેક્ટર માલિકો સાથે છેતરપિંડી આચરી હોવાનો ભેદ ઉકેલાતા પોલીસે 17 ટ્રેક્ટરો પણ કબ્જે લીધા છેત્યારે હાલ તોકાલોલ પોલીસે રૂ. 82 લાખના 17 ટ્રેક્ટર અને એક ઇકો કાર જપ્ત કરી આગળની તપાસ આરંભી છે.

Latest Stories