Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : નવરાત્રીમાં પાવાગઢ ડુંગર ઉપર ઇમર્જન્સી આરોગ્ય સેવાઓ શરૂ કરાય, અનેક લોકોના જીવ બચાવી શકાશે ......

ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

X

ગુજરાતમાં હાર્ટ એટેકના વધતાં કેસોને ધ્યાનમાં રાખીને પાવાગઢ મહાકાળી ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઈમરજન્સી મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

ગુજરાતમાં હાલ નાની ઉંમરમાં હૃદય રોગના હુમલા વધી રહ્યા છે. આસો નવરાત્રીમાં પાવાગઢ ખાતે લાખો દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય છે. જેમાં ક્યારેક યાત્રિકોમાં કેટલાકને પાવાગઢ ખાતે ઊંચાઈને કારણે તેમજ ભીડને કારણે છાતીમાં દુખાવા, શ્વાસ લેવામાં તકલીફ તેમજ હૃદયને લગતી તકલીફ ઉભી થતી હોય છે. તેવા સમય ઉપર દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડતી હોય છે. જયારે પાવાગઢ ડુંગર ઉપર ઇમર્જન્સી આરોગ્ય સેવાઓ માટે એડવાન્સ ટેક્નોલોજીનો અભાવ હોવાથી દર્દીને તળેટીમાં લાવી હાલોલ પહોંચાડવા પડતા હતા. તેવામાં દર્દીના જીવ ઉપર જોખમ આવી જતું હતું અને ક્યારેક જીવ ગુમાવવાની પણ નોબત આવતી હોય છે. જેને ધ્યાનમાં લઈને હવે આ સમસ્યાના નિરાકરણ માટે આ વર્ષના નવરાત્રીથી પાવાગઢ મંદિર ખાતે એડવાન્સ આરોગ્ય સેવાઓ ઉભી કરવામાં આવી છે. નિષ્ણાત ડોક્ટરોની ટિમ ઉપરાંત દર્દીને ઓક્સિજન આપવાની વ્યવસ્થા, કાર્ડિયોગ્રામ રિપોર્ટ કાઢ્વાની વ્યવસ્થા તેમજ જો હૃદય બંધ પડી જાય તો તેને પુનઃ ધબકતું કરવા ડીફિબ્યુલેટર પણ ઇમર્જન્સી સેવા માટે રાખવામાં આવ્યું છે.

Next Story