Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : શરદપૂનમે પાવાગઢ મંદિર માઈભક્તો માટે રહેશે બંધ, જાણો કેમ લેવાયો નિર્ણય..!

તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

X

તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, તા. 29મી ઓક્ટોબરના રોજ સવારે 8:30 કલાકે મંદિરને માઈભક્તો માટે રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.

આગામી તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોય જેના પગલે જગવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર બંધ રાખવા અને દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયના પરિવર્તન કરવા અગાઉ નિર્ણય લવાયા બાદ હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પણ તા. 28 ઓક્ટોબરે પુનમના દિવસે બપોર બાદ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગ્રહણ હોવાથી બપોરે 2.30 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે, અને આ ગ્રહણનો મોક્ષ થયે નિયત વિધિવિધાન કર્યા બાદ મંદિર દ્વારા ભક્તો માટે ખુલ્લા મુકાશે. તા. 29 ઓક્ટોબરે સવારે 08.30 કલાકે માઈભક્તો માટે મંદિરના દ્વાર ખુલશે. પરિણામે સવારે 08.30 વાગ્યા બાદ ભક્તો આરતી અને દર્શનનો લાભ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. જે તા. 29 ઓક્ટોબરે 1.05 વાગ્યે શરૂ થઇ રાત્રે 2.24 વાગ્યે સમાપ્ત થશે. તો બીજી તરફ, શરદપૂનમના દિવસે પાવાગઢ જનારા ભક્તો આ નિર્ણયને ધ્યાને રાખીને દર્શને જવા માટે આયોજન કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story