/connect-gujarat/media/post_banners/3e71c62d8bdcdea2d76c5177eda4e8c5877353c350b050af5c24fa56f7a571ce.jpg)
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022 દરમિયાન યોજાનારા ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી કરવામાં આવ્યો હતો. ગોધરાના એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના કુલ 5910 લાભાર્થીઓને રુપિયા 130.34 કરોડના વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રૂ.1.47 કરોડ જરૂરિયાતમંદોને રૂ.26,600 કરોડ ઉપરાંતની સહાય હાથો હાથ પહોંચાડવામાં આવી છે. 12માં ત્રિદિવસીય રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં 57,231 લાભાર્થીઓને રૂ.154.44 કરોડની સ્થળ ઉપર સહાય તેમજ 17,30,653 લાભાર્થીઓને રૂ.7610.58 કરોડની કુલ સહાય ચૂકવવામાં આવી છે.આ પ્રસંગે સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે ક્ફિ ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.