ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ખુંટજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખુંટજ ગામના લોકોને વિવિધ યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી ૨૧ ડિસેમ્બર સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આ રથ મહુધા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી પહોંચાડશે.
તો આ તરફ, "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" રથ ખેડા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ કરી રહ્યો છે, ત્યારે મહુધા તાલુકાના હજાતીયા ગામ ખાતે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હજાતીયા ગામના લોકોને વિવિધ યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો બીજી તરફ, પાટણ જિલ્લાના માંડોત્રી ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા"મો સ્વાગત સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લઈ દરેક ગ્રામજનોને સરકારની તમામ યોજનાનો લાભ લેવા આહવાન પણ કરવામાં આવ્યું હતું.