Connect Gujarat
ગુજરાત

પાટણ : પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવી, 17 આરોપી ઝડપાયાં

પાટણના હારીજ ગામે વાદી સમાજની યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

X

પાટણના હારીજ ગામે વાદી સમાજની યુવતીને માથે મુંડન કરાવી ગામમાં ફેરવવામાં આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ કેસમાં પોલીસે 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે.

પાટણના હારિજ ગામે સગાઇ બાદ અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ રાખનારી યુવતીને માથે મુંડન કરી ગામમાં ફેરવવાની બનેલી ઘટનામાં 17 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતી સગાઇ બાદ પણ તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. આ યુવતીને ગામમાં પરત લાવી માથે મુંડન કરાવી, મોઢું કાળુ કરી તેના માથા ઉપર સળગતી સગડી મૂકી કંતાન ના કપડાં પહેરાવી વસાહતમાં ફેરવી હતી.

યુવતીને અપાયેલી તાલીબાની સજાનો વિડીયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી હતી. બનાવના પગલે કલેકટર સુપ્રિતસિંગ ગુલાટી અને એસપી અક્ષયરાજ મકવાણા પણ ગામમાં દોડી આવ્યાં હતાં.યુવતી સાથે અમાનવીય કૃત્ય કરનાર ૧૭ જેટલા ઈસમોની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાદી સમાજ પોતાના અલગ કાયદાઓ ધરાવે છે.સમાજના કાયદા વિરુદ્ધ કોઈ વ્યક્તિ જાય છે તેની સાથે સમાજ આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, આ કૃત્ય કાયદા વિરુદ્ધ છે. આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સામાન્ય રીતે આદિવાસી પંથકમાં યુવતીઓને આ પ્રકારે તાલીબાની સજા આપવામાં આવી હોય તેવા વિડીયો છાશવારે સામે આવતાં રહે છે. આવા સંજોગોમાં સામાજીક પરંપરાના નામે યુવતીઓ કે મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતાં હોય છે. આ પ્રકારના બનાવો અટકાવવા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો ખુબ જરૂરી બની ગયો છે. પાટણના હારીજમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહયું.

Next Story