Connect Gujarat
ગુજરાત

પાટણ : નવરાત્રીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે અપાયું આવેદનપત્ર..!

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બજરંગ દળ દ્વારા નવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

X

પાટણના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બજરંગ દળ દ્વારા નવરાત્રીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે રાધનપુર પ્રખંડ બજરંગ દળ દ્વારા નવરાત્રિના તહેવારને લઈને તમામ નવરાત્રીએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે રાધનપુર નવરાત્રી દરમિયાન અમુક લોકો નવરાત્રીમાં આવતી બહેન દિકરીને ઈરાદાપૂર્વક હેરાન કરવાની કોશિશ કરતા હોય છે તેવા લોકો સામે કડક કાર્યવાહી કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે અને આ લોકો નવરાત્રીમાં વિઘ્ન રૂપ ના બને તેને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત આપવાની માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાધનપુર બજરંગ દળના કાર્યકર્તા અને પ્રખંડ પ્રમુખ મેવાભાઈ ભરવાડ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Story