પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાંથી પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો આસપાસના ગામોમાં વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં બનાવ સ્થળે ધસી આવ્યા હતા.
પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પંચનામું કરી ઓળખ વિધિ હાથ ધરી હતી. જેમાં યુવતીનું નામ પૂનમ અને યુવકનું નામ અજીત હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે બન્ને મૃતદેહને રાધનપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.