પાટણ : ભોજનમાં ઝેર ભેળવતા દિયરનું મોત અને સસરાની હાલત ગંભીર, હત્યારી પુત્રવધૂની પોલીસે કરી ધરપકડ...

હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા.

પાટણ : ભોજનમાં ઝેર ભેળવતા દિયરનું મોત અને સસરાની હાલત ગંભીર, હત્યારી પુત્રવધૂની પોલીસે કરી ધરપકડ...
New Update

પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયા ગૌસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના ભાઈ-ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા. પરંતુ બન્ને વચ્ચે મનમેળ ન હોવાથી ભાભી જયા ગૌસ્વામી છેલ્લા 12 વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતી હતી. જયા ગૌસ્વામીને અશોકગીરી સાથે રહેવું ન હોવા છતાં તેઓના સગા સંબંધીઓ તેને તેડીને ઘરે લઈ આવ્યા હતા, અને સમાધાન કરાવ્યું હતું.

જેથી જયા ગૌસ્વામી હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગઈ હતી. હજુ પરત સાસરીમાં આવ્યા ને 4 જ દિવસ થયા હતા, ત્યાં જયા ગૌસ્વામીએ ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દઈને દિયર મહાદેવ ગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધું હતું. જેના કારણે બન્નેની તબિયત લથડી હતી. પરિવારજનો એકત્રિત થઈને બન્નેને સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો બીજી તરફ, બનાવના પગલે શંખેશ્વર પોલીસે હત્યારી પુત્રવધૂ જયા ગૌસ્વામીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે હાલ તો શંખેશ્વર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

#Patan #Death #mixing poison #food #father-in-law #condition #police arrested #murderer #daughter-in-law
Here are a few more articles:
Read the Next Article