Connect Gujarat
ગુજરાત

પાટણ: ધરણા પર બેઠેલા અગરિયાઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે લીધી મુલાકાત, આંદોલનની આપી ચીમકી

સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતાં ધરણા પર બેઠા છે જેઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે મુલાકાત લીધી હતી.

X

પાટણના સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતાં ધરણા પર બેઠા છે જેઓની પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે મુલાકાત લીધી હતી.

સાંતલપુર તાલુકાના અગરિયાઓ રણમાં પ્રવેશ ના મળતાં પાંચ દિવસથી આડેસર ખાતે આવેલી વન અધિકારીની કચેરીએ ધરણાં ઉપર બેઠા છે. જ્યારે પાંચમા દિવસે સોમવારના રોજ પાટણ જિલ્લાના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર દ્વારા અગરિયાઓના પરિવારના મહિલાઓને બાળકોની મુલાકાત લેવામાં આવી હતી.જગદીશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે લોકોને મીઠાથી કોઈ લેવા દેવા નથી તેવા લોકોને 100 એકર જેટલી જમીન આપી દીધી છે જ્યારે પરંપરાગત રણમાં પોતાની આજીવિકા ચલાવી રહેલા અગરિયાઓને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી કાલે હાઇકોર્ટમાં ચુકાદો આવે પછી હું સરકારમાં રજૂઆત કરીશ અને આ લોકો સાથે જે અન્યાય થયો છે તે અગરિયાઓને ન્યાય અપાવવા અમારે કોંગ્રેસે જે લડત લડવી પડે તે લડીશું સરકાર સામે યાત્રાઓ કાઢવી પડે તો પણ કાઢીશું પણ અગરિયાઓને ન્યાય અપાવીશું જે અગરીયાઓ રણમાં મીઠું પકવે છે તે ધંધો નથી કરતા પણ આજીવિકા ચલાવી રહ્યા છે.

Next Story