પાટણ : રાધનપુર ખાતે રામદેવ CNG ગેસ પંપનું કરાયું ભવ્ય ઉદ્ઘાટન

રાધનપુર ખાતે ભીલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ઓનલાઇન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન સંત શ્રી વાળીનાથ ધામના 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ પુરી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

New Update



 

ભીલોટ 3 રસ્તા ઉપર રામદેવ CNG ગેસ પંપનું ઉદ્ઘાટન

1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ પુરી બાપુના હસ્તે ઉદ્ઘાટન

મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત

રાજકીય અગ્રણીઓસાધુ સંતો રહ્યા હાજર

સાધુ-સંતો દ્વારા આશિષ વચન પાઠવાયા

 

રાધનપુર ખાતે ભીલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ઓનલાઇન ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન સંત શ્રી વાળીનાથ ધામના 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ પુરી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભીલોટ ત્રણ રસ્તા ઉપર રામદેવ સીએનજી ગેસ પંપનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર ,રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નાનાપુરા હનુમાનજી મંદિરના મહંત દેવગીરી બાપુ તેમજ  રેલ્વે સ્ટેશન ગોગા મહારાજના સંત શ્રી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નાનાભાઈ પરબતભાઈ ચૌધરીગોવાભાઇ રબારી અને અમથાભાઈ ચૌધરીવારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરીભરવાડ સમાજના ભામાશા વિનુભાઈ ગમારાઉત્તમ ડેરીના વાઇસ ચેરમેન નવઘણભાઈ ભરવાડ પંપના માલિક ગફુરભાઈ ભરવાડતેમના ભાગીદાર દિપકભાઈ પટેલ,  રાકેશભાઈ પટેલપૂનમભાઈ સવરાજટેકટરના માલિક પરબતભાઈ ચૌધરી અને અન્ય મહાનુભવાની ઉપસ્થિતિમાં  અંદર બોર્ડર વિસ્તારની અંદર ઓનલાઇન ગેસ પંપનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવેલા મહેમાનોનું સાલ પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાધુ-સંતો દ્વારા આશિષ વચન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાધનપુર વિસ્તારની જનતાની ઘણા સમયથી ઓનલાઈન ગેસ કંપની માગણીને ધ્યાનમાં રાખીને સાબરમતી દ્વારા ગેસ કંપનીનો ઓનલાઈન રાધનપુર ખાતે મંજૂર કરી આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવતા મોટી સંખ્યામાં વાહન ચાલકો સાધુ સંતો રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Latest Stories