પાટણ : રાધનપુરના મહેમદાવાદ ગામે તળાવ ઓવરફલો થતાં માર્ગ પર ભરાયા પાણી, છેલ્લા 20 દિવસથી ગ્રામજનો થયા ત્રાહિમામ

રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગમે તળાવ ઓવરફલો થતાં ઠેર ઠેર માર્ગ પર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું

New Update
પાટણ : રાધનપુરના મહેમદાવાદ ગામે તળાવ ઓવરફલો થતાં માર્ગ પર ભરાયા પાણી, છેલ્લા 20 દિવસથી ગ્રામજનો થયા ત્રાહિમામ

રાધનપુરના મહેમદાવાદ ગામે થયું તળાવ ઓવરફલો

તળાવ ઓવરફલો થતાં ઠેરઠેર માર્ગ પર ભરાયા પાણી

પાણી ભરાય રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ ખાતે તળાવ ઓવરફલો થતાં માર્ગ પર ભરાય રહેલા પાણીના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગમે તળાવ ઓવરફલો થતાં ઠેર ઠેર માર્ગ પર જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્ય માર્ગ પાણી ભરાય રહેતા 50થી વધુ પરિવારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

તો બીજી તરફ, માર્ગ પર પાણી ભરાવાના કારણે બાળકો છેલ્લા 20 દિવસથી શાળાએ નથી જઈ શક્યા. સાથે જ પાણીમાંથી પસાર થતાં ગ્રામજનોને ઝેરી જીવજંતુ કરડવાનો ભય સતાવી રહ્યો છે. જોકે, આ મામલે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ઉપરાંત તળાવમાં કેનાલ અને ગટરનું પાણી છોડવામાં આવતા આ સમસ્યા સર્જાય છે તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories