Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠાના પાલનપુર-ડીસા હાઇવે દિલધડક લૂંટને અંજામ આપનાર શખ્સોને પાટણ LCB પોલીસે દબોચ્યા...

ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગતરાત્રે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

X

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીકથી વેપારીની કારને આંતરી બુકાનીધારીઓએ ચલાવેલી કરોડોના મુદ્દામાલની લૂંટનો ભેદ પાટણ LCB પોલીસે ઉકેલી 6 શખ્સોની ધરપકડ કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગતરાત્રે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. જેમાં લૂંટારું 5 શખ્સોએ વેપારીની ગાડીને આંતરી કારમાં ઘુસી જઈ છરીની અણીએ અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા 13.18 કરોડના સોના-ચાંદી અને હીરાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

જોકે આ બાબતની જાણ પોલીસને થતા બનાસકાંઠા, પાટણ અને મહેસાણા પોલીસ એલર્ટ બની આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. સમગ્ર મામલે પાટણ એલસીબી પોલીસે લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પાટણ LCB પોલીસે લૂંટને અંજામ આપનાર 5 શખ્સો સહિત લૂંટમાં સામેલ બાતમીદાર સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે જ લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે બનાસકાંઠા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાય છે. નોંધનીય છે કે, ગતરાત્રે બુકાનીધારીઓએ વેપારીની ગાડી આંતરી દિલધડક લૂંટ ચલાવી હતી. જોકે, ગણતરીના કલાકોમાં જ પાટણ LCB પોલીસે આરોપીઓને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

Next Story