પાટણ : MLA લવિંગજી ઠાકોરે CMને પત્ર લખી મુખ્ય સમસ્યાનો ઉકેલ લાવવા કરી માંગ

રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

New Update

રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સરકારમાં અનેક રજૂઆતો પણ કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં  પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની ભાજપને લીડ આપી છે. ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે 

આ વિસ્તારે 22 વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરીનાગરજી ઠાકોરઅલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીતાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ હજુ સુધી હલ થઈ નથી. હાલના ભાજપના MLA લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેન્ડ બનાવવાપીવાના પાણીની સમસ્યા હલ કરવાસરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવસરકારી કોલેજો મંજૂર કરવાકોલેજના મકાન બનાવવાસિંચાઇ માટે નર્મદાનું નેટવર્ક વધારવા સહિતની અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે. છતાં આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવ્યો જેને પગલે  છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મત ની ભાજપને લીડ આપી છે‌ ત્યારે આ વિસ્તારના પીવાના પાણીઆરોગ્યશિક્ષણનર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નો નો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે.આ તમામ સમસ્યાનો યોગ્ય નિકાલ આવે એ અત્યંત જરૂરી બન્યું છે.

Latest Stories