Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરના જાવંત્રી ગામે ભાજપ દ્વારા મોદી પરિવાર સભા યોજાય, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા...

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સંમેલન અને મોદી પરિવાર સભા કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મોદી પરિવાર સભામાં ગ્રામજનોનો બહોળો પ્રસિસાદ સાંપડ્યો હતો. મોદી પરિવાર સભામાં ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં કરેલા કામોની માહિતી જાવંત્રીના ગ્રામજનોને આપવામાં આવી હતી. આ તકે રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીર ચૌધરી, રાધનપુર વિધાનસભાના સંયોજક દેવજી પટેલ, જિલ્લા મહામંત્રી રમેશ સિંધવ, જીલ્લા પંચાયત સદસ્ય ભરત ચૌધરી, રાધનપુર તાલુકાના મહામંત્રીઓ અજીતસિંહ પરમાર અને ભાવા ઠાકોર, ગામના સરપંચ ગણેશ ચૌધરી સાહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story