Connect Gujarat
ગુજરાત

પાટણ : સમસ્ત પાટણકા આહીર પરિવાર દ્વારા નંદ દેવાયત બોદર તિથી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય

સંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે.

X

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ ખાતે શ્રી નંદ દેવાયત બોદર આહિર સંસ્થાન ગુજરાત પ્રેરિત પાટણકા આહીર સમાજ આયોજિત કાછડ પરિવાર દ્વારા શ્રી ભાગવત કથાના પ્રસંગે પાટણકા વાળાના સહયોગથી પાટણકા ગામે જેને આશરા ધર્મને વિશ્વના ફલક પર ઉજાગર કર્યો છે.

જેને આહિર સમાજની અસ્મિતાના દર્શન દુનિયાને કરાવ્યા છે, એવા પૂજ્ય દેવાયત બાપા બોદરની તિથિ ઉત્સવ પાટણકા ગામે યોજાયો હતો. જેમાં દેવાત બાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંસારની સઘળી સમસ્યાઓનો સમાધાન શિક્ષણ સાથે સંગઠનમાં સમાયેલું છે.

દરેક સમાજ સાથે સંકલન કરી આહીર સમાજ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજની પ્રગતિ થતી રહે અને એ પ્રગતિમાં સમાજનો છેવાળાનો માણસ પણ પાછળ ન રહી જાય તે બાબતની ચિંતા કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં નંદ દેવાયત બોદર સંસ્થાના પ્રમુખ મારખી વસરા, અખિલ ગુજરાત આહીર સમાજના પ્રમુખ હડિયા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી રઘુ હુબલ, જીતુ કાછડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story