Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુર બજારની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા...

દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

X

રાધનપુરમાં હનુમાનવાળી શેરીની દુકાનમાં લાગી આગ

અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

ભારે જહેમત સાથે ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી

પાટણ જિલ્લાના રાધનપુરમાં હનુમાનવાળી શેરીના નાકે આવેલી દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, પાટણના રાધનપુર ખાતે આવેલ બજારની એક દુકાનમાં એકાએક આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

બનાવની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભારે જહેમતે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવાતા આજુબાજુના વેપારીઓએ નિરાંતનો શ્વાસ લીધો હતો. જોકે, દુકાનમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story