New Update
/connect-gujarat/media/post_banners/804595c825dcbee02ae219ca0e9832bd0c31413d36e1857d36e188d261d664b5.webp)
પાટણ જિલ્લાના રાધનપુરમાં આજે હત્યાની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. લગ્નના એક દિવસ પહેલા જ ખરીદી કરવા નીકળેલા વરરાજાની ભરબજારમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી છે. લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાની હત્યા થતા બે પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
સમી તાલુકાના અમરાપુર ગામમાં રહેતા ઠાકોર સમાજના યુવાન વિપુલના આવતીકાલે રવિવારે લગ્ન હતા. જેથી તે આજે રાધનપુર લગ્નની ખરીદી માટે ગયો હતો. રાધનપુરમાં ઈસ્કોન શોપિંગ મોલમાં વિપુલ ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ હત્યારો છરી લઈને તૂટી પડ્યો હતો અને હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.
Latest Stories