Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુર તાલુકા-જિલ્લા કક્ષાનો “કુષિ મેળો” યોજાયો, ખેડૂતોને અપાયું વિસ્તૃત માર્ગદર્શન...

તેમજ જિલ્લા કક્ષાનો કુષિ મેળો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

X

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો કુષિ મેળો રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાજ્યભરમાં ખેડૂતોને જીલ્લા કક્ષાએ જ આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વેરાયટી તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર કૃષિ મેળા સહિત પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા તેમજ જિલ્લા કક્ષાનો કુષિ મેળો પિડારિયા હોલ ખાતે યોજાયો હતો. આ કુષિ મેળામાં ખેડૂતોને ખેત પદ્ધતિ અંગે અલગ અલગ અધિકારીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ ખેડૂતો માટે અલગ અલગ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ સ્ટોલની અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિગજી સોલંકી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર તેમજ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા ખેતીવાડી અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી સમિતીના અધ્યક્ષ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story