Connect Gujarat
ગુજરાત

પાટણ: શંખેશ્વર ખાતે CM ભુપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી, કાર્યકરોને આપ્યુ માર્ગદર્શન

રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાના બન્યા મહેમાન, શંખેશ્વર ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી.

X

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન યાત્રાધામ શંખેશ્વર ખાતે તારીખ 30 જુલાઈ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાર્શ્વપદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પધાર્યા હતા. શંખેશ્વર ખાતે હેલીપેડ પર આવી રોડ માર્ગે શંખેશ્વર પાર્શ્વ પદ્માવતી શક્તિ પીઠ ગુરૂ લક્ષ્મણ ધ્યાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા તેમણે આચાર્ય પ પુ આલેખેન્દ્ર શેખરસૂરીસ્વરજિ મહારાજ સાહેબના દર્શન કર્યાં બાદ આર્શિવાદ મેળવ્યા તેમણે ભાજપ યુવા મોરચાની પ્રદર્શની નિહાળી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા ત્યારબાદ પાટણ મહેસાણા કચ્છ અને મોરબી જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોના પ્રશિક્ષણ વર્ગમા માર્ગદર્શન આપ્યું હતુ.

Next Story