Connect Gujarat
ગુજરાત

પાટણ : શંખેશ્વર ખાતે મહાતીર્થના આંગણે શ્રી શંખેશ્વર ભોજન શાળાનો શતાબ્દી સમારંભ યોજાયો.....

ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટણના જિલ્લાના શંખેશ્વર મહાતીર્થના આંગણે શ્રી શંખેશ્વર ભોજન શાળાનો શતાબ્દી સમારંભ યોજાયો હતો

X

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટણના જિલ્લાના શંખેશ્વર મહાતીર્થના આંગણે શ્રી શંખેશ્વર ભોજન શાળાનો શતાબ્દી સમારંભ યોજાયો હતો, જેમાં જૈન સમાજના અનેક મહાનુભાવો જોડાયા હતા.

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે જૈનોની તીર્થ ભૂમિ અને ઐતિહાસિક મંદિરો આવેલા છે, જૈનોની નગરી શ્રી શંખેશ્વર ખાતે ભણસાલી પરિવાર પાલનપુર વાળા હાલ મુંબઈ દ્વારા માતૃશ્રી ઇન્દિરાબેન જયંતીલાલ ભણસાલી પરિવાર દ્વારા શ્રી શંખેશ્વર ભોજનશાળાનો શતાબ્દી સમારંભ સાથે નૂતન યાત્રિક ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડો. અમિતભાઈ ભાનુચંદ્ર ભણસાલી, શ્રી વિપુલભાઈ પ્રમોદભાઈ શાહ, શ્રી સયંકભાઇ અરવિંદભાઈ શેઠ, શ્રી વસંતભાઈ શાંતિલાલ અદાણી, માતૃશ્રી ગજરાબેન ગિરધરલાલ જીવણલાલ શાહ પરિવાર જશ પરા વાળા અને માતૃશ્રી ચંપાબેન કંચનલાલ સંઘવી પરિવાર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમગ્ર વિશ્વભરમાંથી ભણસાલી પરિવાર અને જૈન સમાજના લોકો અને જૈન સમાજના સાધુ સાધ્વીઓ સહિતના મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story