Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરમાં ચૌધરી સમાજની યુવતી પર વિધર્મી યુવકનો હુમલો, જુઓ કેવા પડયાં પ્રત્યાઘાતો

રાજયમાં એક તરફ કિશન ભરવાડ હત્યા કેસમાં કટ્ટરવાદીઓની સંડોવણી બહાર આવતાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે

X

રાજયમાં એક તરફ કિશન ભરવાડ હત્યા કેસમાં કટ્ટરવાદીઓની સંડોવણી બહાર આવતાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહયાં છે તો બીજી તરફ રાધનપુરમાં પણ ભારેલો અગ્નિ છે. વિધર્મી યુવાને ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘુસી હુમલો કરતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે...

રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી યુવાને ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં પ્રવેશીને છરી મારી દીધી હતી. આ ઘટના બાદ હીંદુ સમાજમાં ભારોભાર રોષ ફેલાયો હતો. ચૌધરી સમાજના અગ્રણીઓની હાજરીમાં વિવિધ સમાજના લોકોની બેઠક મળી હતી અને તેમાં લેવાયેલા નિર્ણય મુજબ શનિવારના રોજ રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાધનપુરના મોટા ભાગના બજારો શનિવારે બંધ રહયાં હતાં. આખા રાધનપુરે એક જ અવાજમાં ઘટનાને વખોડી નાંખી હતી.

ચૌધરી સમાજે આપેલાં બંધના એલાનમાં ભરવાડ સમાજ અને ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે,ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવો મનનો ભાવ દરેકે દરેક વ્યક્તિનો છે. સ્થાનિક પોલીસ તંત્રએ આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તેઓને કડક સજા થાય તેવી લોકોની અપેક્ષા છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ પોલીસ તટસ્થ રીતે કામગીરી કરી રહી હોવાની ખાતરી આપી છે..

Next Story