પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વે ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું

પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું

પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વે ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું
New Update

પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળીના પાવન પર્વ પર 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યું હતુ. વધુમાં પાટડીના ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિર ખાતે બેસતા વર્ષથી સતત પાંચ દિવસનો ભવ્ય પૂજનોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. જેમાં સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભગવાનનું દિવ્ય પૂજન કરવામાં આવશે અને સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતુ. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાટડી વિરમગામ રોડ પર આવેલા ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં દિવાળીના પર્વ નિમીત્તે 26 ઓક્ટોબર બેસતા વર્ષના દિવસથી સતત પાંચ દિવસના પૂજનોત્સવનું ખુબ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પાટડી વર્ણીન્દ્રધામ મંદિર દિવાળી પર્વે 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાથી ઝગમગી ઉઠ્યાં છે. આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટશે. સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે.

દિવાળી બાદ નૂતન વર્ષના દિવસથી ભગવાન શ્રી નિલકંઠ મહાપ્રભુનું સવા લાખ કિલો સોડમચાર સામગ્રીથી ભવ્યાતિભવ્ય રીતે દિવ્યપૂજન કરવામાં આવશે. આ સિવાય કૃતાભિષેક, છપ્પનભોગ અન્નકૂટ, રથયાત્ર‍ા, મોક્ષસ્નાન, ભજન કિર્તન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ઐતિહાસીક સ્વામિનારાયણ વર્ણીન્દ્રધામ મંદિરમાં નિલકંઠ સરોવર વચ્ચે ચોવીસ દેવમંદિર, કાયમી પ્રદર્શન, એન્જોય પાર્ક, ભગવત પ્રસાદ અને પાંચ દિવસના ભવ્ય પૂજનોત્સવમાં સમગ્ર દેશમાંથી માનવ મહેરામણ ઉમટવાનો હોવાથી સમગ્ર મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવાની સાથે ભક્તો અને શ્રધ્ધાળુઓને આવકારવામાં આવશે એવું મંદિરના સ્વામીએ જણાવ્યું હતુ.

- દિવાળીથી લાભ પાંચમ સુધી 5 લાખ શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટશે

- 1,25,000ના 27 કિ.મી. ઇલેક્ટ્રિક દિવડાઓની રોશની

- 500 દિવડાઓનો ઝગમગાટ

- 20,000 લોકો રથયાત્રામાં એકસાથે રથ ખેંચશે

- 25 ઉપાચાર્યો 20 મિનિટ સુધી દિવાળીની આરતી કરશે

- મંદિરમાં કાળી ચૌદશે હનુમાનજીના ભવ્ય પૂજનમાં 151 લિટર તેલથી અભિષેક

#Patdi #Diwali #auspicious occasion #electric lights #Varnindradham temple #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article