/connect-gujarat/media/media_files/2025/04/02/gfU7eYcUejsOYdd34Nci.jpg)
જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું છે. જેથી દોડધામ મચી ગઈ છે. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું
જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું છે. જેથી દોડધામ મચી ગઈ છે. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. જેથી દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા. હાલ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યું છે.
જામનગરમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતા દોડધામ મચી છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. SP, કલેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે. સાથે ફાયર વિભાગની ટીમ પણ રવાના થઈ ગઈ છે.