પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં PM મોદી અને મહંત સ્વામીએ આરતી ઉતારી , જુઓ હજારો દિવડાઓનો ઝગમગાટ

New Update
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં PM મોદી અને મહંત સ્વામીએ આરતી ઉતારી , જુઓ હજારો દિવડાઓનો ઝગમગાટ

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધારનાર સંત પૂજય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી, એટલે કે તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisment
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી, એટલે કે તા. 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે SP રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી, મહંત સ્વામી, મુખ્યમંત્રી, બ્રહ્મવિહારી સ્વામી, રાજ્યપાલ સ્ટેજ પર બેઠા હતા અને ત્યારબાદ આ સ્ટેજ અડધો કિલો મીટર સુધી પ્રમુખ સ્વામીની મૂર્તિ તરફ આગળ વધ્યું હતું, જ્યાં તેમણે પ્રમુખ સ્વામીની ચરણ વંદના સાથે આરતી પણ ઉતારી હતી.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યુ હતું કે, મારૂ સૌભાગ્ય છે કે, આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી, સહભાગી અને સત્સંગી બનવાનો મને મોકો મળ્યો છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો છે, તે દરમિયાન મને દિવ્યતાની અનુભૂતી થઈ છે. અહીં અબાલ વૃદ્ધ સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવામાં આવી છે. ભારતના રંગ અહીં જોવા મળે છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામીને શ્રદ્ધાજંલિ આપવા માટે આવશે. આ નગરમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. આપણા સંતોએ વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે. આ સાથે જ PM મોદીએ જણાવ્યુ હતું કે, બાળપણમાં જ્યારે દુરથી પ્રમુખસ્વામીના દર્શન કરતા ત્યારે સારૂ લાગતું હતું. કલ્પના પણ ન હતી કે, રૂબરૂ મળવાનું થશે. 1991માં પ્રથમ વખત મળવાનો અને સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં માત્ર સેવાની જ વાત કરી હતી. પ્રમુખસ્વામી વ્યક્તિની ક્ષમતા પ્રમાણે સત્સંગ પ્રવચન આપતા હતા. 2002માં જ્યારે હું પ્રથમ વખત ચૂંટણી લડ્યો હતો, ત્યારે મને ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખસ્વામીએ આપી હતી. ત્યારથી લઇ કાશીમાં ફોર્મ ભર્યું, ત્યારે પણ તેમણે મને પેન મોકલી હતી. છેલ્લા 40 વર્ષથી દર વર્ષે મને કૃર્તા પાયજામાનું કાપડ પ્રમુખસ્વામી મોકલતા હતા. આજે હું વડાપ્રધાન છું, તેમ છતાં કપડા મોકલવાની પરંપરા મહંતસ્વામીએ ચાલું રાખી છે. હું જ્યારે કચ્છના ભૂકંપ સમયે સેવા કરવા ગયો, ત્યારે મારા જમવાની ચિંતા પણ પ્રમુખસ્વામી મહારાજ કરતા હતા. 1992માં હું જ્યારે કાશ્મીરના લાલચોકમાં તિરંગો લહેરાવવા ગયો હતો, ત્યારે સૌથી પહેલા ફોન પ્રમુખ સ્વામીનો હતો કે, તમે કુશળ તો છોને..!

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment