PM મોદી પહોંચ્યા અમદાવાદ, આવતીકાલે યોજાશે નવી સરકારનો સપથ ગ્રહણ કાર્યક્રમ

New Update
PM મોદી પહોંચ્યા અમદાવાદ, આવતીકાલે યોજાશે નવી સરકારનો સપથ ગ્રહણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગાંધીનગર સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો શપથ સમારોહ છે. વડાપ્રધાનના આગમનથી કહી શકાય છે કે, આજે રાતે નવા મંત્રીમંડળના ફાઇનલ લિસ્ટ પર મહોર લાગી શકે છે. આ ઉપરાંત દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચી ગયા છે. રસ્તામાં જતી વખતે તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેવાનાં છે. ભૂપેન્દ્ર સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જો કે, નવા મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે અને કોને જાકારો આપવામાં આવશે હજી તેની પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આપને જણાવીએ કે, ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે દિલ્હીમાં પણ વડાપ્રધાન મોદીના નિવાસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના ધારાસભ્ય દળના સર્વાનુમતે પસંદગી પામેલા ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. આ બેઠક પાંચ કલાક ચાલી હતી અને તેમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

Latest Stories