Connect Gujarat
ગુજરાત

PM મોદીએ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ 'મહાકાલ લોક' કોરિડોરનું કર્યું ઉદ્ધાટન

X

પીએમ મોદીએ મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. મહાકાલ લોક પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો તીર્થયાત્રીઓને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પૂરી પાડીને મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓના અનુભવને સમૃદ્ધ બનાવવામાં મદદ કરશે. આ દરમિયાન મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા. અહીં વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે મંદિરમાં આરતી પણ કરી હતી.

900 મીટરથી વધુ લાંબા 'મહાકાલ લોક' કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલ છે. ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારના પુનર્વિકાસના પ્રોજેક્ટ હેઠળ રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું કે દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. તેમણે કહ્યું કે કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર- નંદી દ્વાર અને પિનાકી દ્વાર બનાવવામાં આવ્યા છે. આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને રસ્તામાં નયનરમ્ય નજારો જોવા મળે છે.

Next Story