/connect-gujarat/media/post_banners/1751c2fb09a4e4f6409988b5babab40c45fefe2f9db168fb07513992a319479a.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની મહેસાણામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીનું પ્રતિમા તૈયાર કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મ દિવસ નીમીત્તે મહેસાણા ખાતે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું પીએમ મોદીની પ્રતિમાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત અને દેશમાં કદાચ સૌથી ઊંચું વડાપ્રધાનના સ્ટેચ્યુના ઉદઘાટન કાર્યક્રમને લઈ મહેસાણાવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ સ્ટેચ્યું મહેસાણાના રાજધાની ફાઉન્ડેશન અને એચ. એલ. રાય ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીકાંત પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું છે. તો આજે રાત્રે 171 કપલ દ્વારા શ્રી રામની આરતીનું આયોજન પણ કરાયું છે.