/connect-gujarat/media/post_banners/15f6cbde99bb296fec6840ef3b43b686e4fdc0d58d4cd9cdbeb961cd76bd59f4.webp)
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સૌરાષ્ટ્રવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરશે, ત્યારે PM મોદીના આગમન પૂર્વે રાજ્ય સરકાર તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ₹ 2033 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-3ના પેકેજ-8 અને 9નું PM મોદી લોકાર્પણ કરશે. વડાપ્રધાન ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર ઉતરાણ કરશે, ત્યારબાદ રેસકોર્સમાં જનમેદની સંબોધન કરશે.
નિર્માણ પામેલ એરપોર્ટના રન-વે અને ટર્મિનલ સહિતની કામગીરીનું વડાપ્રધાન નિરિક્ષણ કરશે. PM મોદી રેસકોર્સ મેદાનથી રાજકોટ મનપાના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરશે. આ સાથે જ સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની લોકોને ભેટ મળશે.
ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્યકેન્દ્રની પણ જનતાને ભેટ ધરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહેશે.
વિકાસ કાર્યો અને લોકાર્પણની તૈયારી પર એક નજર...
-₹ 1405 કરોડના ખર્ચે થયું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ
-1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ
-3.04 કિમી લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે એરપોર્ટ
-23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે પેસેન્જર ટર્મિનલ
-એયરપોર્ટ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ
-એરબસ એ-380, બોઇંગ 747 જેવા મોટા કદના વિમાનોની મેળવી શકાશે સેવાઓ
-એરપોર્ટની ગેલેરી ગુજરાતના સમૃદ્ધ વારસા અને પરંપરાઓની ઝલક પૂરી પાડે છે
-રણજીત વિલાસ પેલેસ, દાંડિયા અને રાજ્યના લોકનૃત્યોની કલાથી શણગારવામાં આવી
-સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના બે પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત
-‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ
-સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે મળશે પાણી
-95 ગામના 98 હજારથી વધુ લોકોને મળશે પીવાના પાણીનો લાભ
-લિન્ક-3ના પેકેજ-8ની કામગીરી ₹ 264.96 કરોડના ખર્ચે સંપન્ન
-પેકેજ-8 દ્વારા 42,830 એકર વિસ્તારને સિંચાઈનો મળશે સીધો લાભ
-લિન્ક-3ના પેકેજ-9ની કામગીરી ₹ 128.71 કરોડના ખર્ચે સંપન્ન
-‘‘સૌની’’ યોજના થકી સૌરાષ્ટ્રની ધરા થઈ નવપલ્લવિત
-સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ સિઝન લેતા થયા
-અત્યારસુધીમાં 115 જળાશયોમાંથી 95 જળાશયો જોડાયા
-અંદાજે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનું મળી રહ્યું છે પાણી
-રાજકોટવાસીઓને મળશે ₹234.08 વિકાસકાર્યોની ભેટ
-સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ
-₹ 129.53 કરોડના ખર્ચે, 1.15 km લાંબા કે.કે.વી. બ્રિજનું નિર્માણ
-બ્રિજના લોકાર્પણથી કાલાવડ રોડ ટ્રાફિકની સમસ્યા હલ થશે
-ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11km લાંબી પાઈપલાઈન નંખાઈ
-રૈયાધાર ખાતે ₹ 29.73 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ
-પ્રતિદિન 50 મિલિયન લીટર ટ્રીટમેન્ટ અને 30 લાખ લીટરની એલિવેટેડ સ્ટોરેજ ક્ષમતા
-વોર્ડ નં- 1,8,9,10 અને 13ની અંદાજે 2.40 લાખ વસ્તીને મળશે લાભ
-કોઠારિયામાં 15એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ
-₹ 24.72 કરોડના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટથી 2 લાખ જેટલા રહેવાસીઓની થશે લાભ
-વડાપ્રધાન રાજકોટના વાચનપ્રેમીઓને આપશે લાયબ્રેરીની ભેટ
-ગોવિંદ બાગ પાસે ₹ 8.39 કરોડના ખર્ચે નિર્મિત અધ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ
-33 હજાર પુસ્તકો, 200 મેગેઝીન્સ તથા 20 વર્તમાનપત્રો વાંચવા મળશે
-ટોય લાઇબ્રેરી, ડિજિટલ કન્ટેન્ટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે મિનિ થિયેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.