Connect Gujarat
ગુજરાત

PM મોદીના માતા હીરાબાનું નિધન,દેશભરના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

PM મોદીના માતા હીરાબાનું નિધન,દેશભરના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદી નું શુક્રવારે સવારે નિધન થયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબાના નિધનના સમાચાર સામે આવતા જ દેશભરના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે - માતા વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને શિક્ષક હોય છે. જેને ગુમાવવાનું દુઃખ એ બેશક દુનિયાનું સૌથી મોટું દુઃખ છે તો રાષ્ટ્રપતિ એ પણ ટ્વિટ કરતાં સંવેદના વ્યક્ત કરી ke વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે. શ્રી મોદીજીએ '#માતૃદેવોભવ'ની ભાવના કેળવી અને હીરાબાના મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યા. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!સંઘ તરફથી પણ દુખ વ્યક્ત કરવામાં આવ્યું અને ટ્વિટ કરી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદરણીય માતા હીરા બાના નિધન સાથે એક તપસ્વી જીવનનો અંત આવ્યો છે. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે એ પણ પોતાની શ્રદ્ધાંજલિ પાઠવી કહ્યું કે હીરાબેન મોદી ના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજી ને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે તો યુપીના સીએમ યોગી એ કહ્યું કે એક પુત્ર માટે માતા જ સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રી રામ દિવંગત પવિત્ર આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે

Next Story