નર્મદા :  PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રસિદ્ધ યાહા મોગી માતા દેવમોગરા ધામના કર્યા દર્શન

પીએમ મોદીએ આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા હતા,અને માતાજીની આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું હતું,ત્યાર બાદ પીએમ મોદી રોડ શો દ્વારા જનસમાજનું અભિવાદન ઝીલ્યું

New Update
  • ગુજરાતના એક દિવસીય પ્રવાસે PM મોદી

  • આદિવાસી સમાજની કુળદેવીના કર્યા દર્શન

  • દેવમોગરા ધામમાં પીએમ મોદીએ ઝુકાવ્યું શીશ

  • રોડ શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલશે

  • ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીમાં લેશે ભાગ

  • પીએમ મોદી વિવિધ પ્રકલ્પોનું કરશે શિલાયન્સ અને લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે.પીએમ મોદીએ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા હતા.ત્યાર પહેલા તેઓએ ગુજરાતના પ્રસિદ્ધ યાહા મોગી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે.PM સુરત એરપોર્ટથી હેલીકોપ્ટરમાં સુરતના અંત્રોલી પહોંચ્યા હતા. અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા હતા.

પીએમ મોદીએ આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગરા ધામના દર્શન કર્યા હતા,અને માતાજીની આરતી ઉતારીને શીશ ઝુકાવ્યું હતું,ત્યાર બાદ પીએમ મોદી રોડ શો દ્વારા જનસમાજનું અભિવાદન ઝીલ્યું હતું.અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે.તેમજ ડેડીયાપાડા સભા સ્થળે પહોંચીને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાયન્સ કરશે અને જનસભાને સંબોધન કરશે.

Latest Stories