ભાવનગર : સાસુ-સસરાની બેવડી હત્યાની ઘટનામાં પોલીસે હત્યારા જમાઈની ધરપકડ કરી...

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં જમાઈએ સાસુ-સસરાનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે આરોપી જમાઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • મહુવા શહેરમાં પતિ અને પત્ની વચ્ચે હતો ઘરકંકાસ

  • ઘરકંકાસમાં 3 સંતાનની માતાએ બીજા લગ્ન કરી લીધા

  • ઉશ્કેરાયેલા પતિએ પોતાના સાસુ-સસરાની હત્યા કરી

  • બેવડી હત્યાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી

  • પત્નીએ બીજા લગ્ન કરતાં પતિએ દાઝ રાખી : પોલીસ

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સાસુ-સસરાની બેવડી હત્યાની ઘટનામાં પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારના ઝાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ તેમના પત્ની ભારતીબેન અને દીકરી-દીકરો ઘરમાં ટીવી જોતા હતા. તે દરમિયાન જમાઈ અજય હાથમાં છરો લઈને ઘરમાં ધસી આવ્યો હતોઅને સાસુ-સસરા પર તૂટી પડ્યો હતો. દીકરી સામે જ માતા-પિતા પર હુમલો થતા દીકરી ડરીને પાડોશીના ઘરમાં ચાલી ગઈ હતી. થોડીવાર બાદ જોતાં રમેશભાઈ બહાર જમીન પર લોહીલુહાણ પડ્યા હતાઅને પત્ની ઘરમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી.

પતિ-પત્નીને મોટ ને ઘાટ ઉતારી જમાઈ અજય ત્યાંથી નાસી છૂટ્યો હતોજ્યારે સમગ્ર હત્યા પાછળ મોટો ખુલાસો થવા પામ્યો છે. મૃતક રમેશભાઈની મોટી દીકરી શોભાબેનના લગ્ન નવા ઝાપા વિસ્તારમાં રહેતા અજયભાઈ સાથે થયા હોયત્યારે શોભાબેન સતત ઘરકાંકસથી કંટાળી કોઈ જામનગરના શખ્સ સાથે દીકરાઓને તરછોડી ભાગી ગઈ હતી. જેને લઈને અજય વારંવાર આવીને રમેશભાઈ અને તેમના પત્ની ભારતીબેનને ધોકા તેમજ છરી બતાવી ધમકાવતો હતો.

અજય તેની પત્ની  શોભાબેનને પરત લાવી દેવા માટે સાસુ-સસરા ને ધમકીઓ આપતો હતોઅને 2 દિવસ પૂર્વે ધમકી સત્ય હકીકતમાં પરિણમી અને જમાઈએ સાસુ-સસરાનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે આરોપી જમાઈને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories