પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાભર્થીઓ માટે જીવનરેખા સમાન બની,દેશના કોઈ પણ ખૂણામાંથી મળે છે અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવે છે.

New Update
  • PM ગરીબ કલ્યાણ અન્ન યોજના બની લાભકારી

  • લાભાર્થીઓ માટે જીવનરેખા સમાન બની

  • વન નેશન,વન રેશન કાર્ડથી મેળવી રહ્યા છે રાશન

  • દેશના કોઈપણ ખૂણેથી મેળવી શકાય છે અનાજ

  • ગરીબ પરિવારને મળી રહ્યું છે અનાજ     

Advertisment

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગુજરાતના અસંખ્ય પરિવારો માટે જીવનરેખા બની છે. આ યોજના જરૂરિયાતમંદ લોકો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.વન નેશનવન રેશન કાર્ડની સફળ અમલવારી ને કારણે લાભાર્થીઓ હવે દેશમાં ક્યાંયથી પણ સરળતાથી અનાજ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોજના હેઠળ ગરીબ પરિવારને દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ ઘઉં અને ચોખા આપવામાં આવે છે. સુરતના મંજૂલાબેન પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેમના પતિ ગુજરાન ચલાવવા માટે ખેતી કામ અને મજૂરી કરે છેજેનાથી મહિને ફક્ત 8 હજારથી 10 હજાર રૂપિયાની આવક થાય છે. આવી પરિસ્થિતિમાંસરકાર દ્વારા મળતું અનાજ તેમના પરિવારના ચાર સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે.

ગુજરાતમાં 76.6 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળે છેજે લગભગ 3.72 કરોડથી વધુ લોકોની જનસંખ્યા આવરી લે છે.ધનંજય દુબે જેવા ઓટો-રિક્ષા ચાલકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા માંથી મળતું સસ્તું અનાજ આશીર્વાદરૂપ છે. ખાસ કરીને જ્યારે રોજિંદી આવક અનિશ્ચિત હોય. સુરતમાં ઓટો-રિક્ષા ચલાવતા ધનંજય દુબે વન નેશનવન રેશન કાર્ડ’ યોજનાને ગેમ ચેન્જર’ કહે છે. કારણ કે તેઓ મૂળ બિહારના છેપરંતુ હવે સમગ્ર દેશમાં ગમે ત્યાંથી સરળતાથી અનાજ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ વિસ્તૃત કરવાની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી 7 માર્ચ2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરતથી એક જ સમયેએક સાથે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. તેમાં ખાસ કરીને ગંગા સ્વરૂપા એટલે કે વિધવા બહેનોવૃદ્ધ વ્યક્તિઓદિવ્યાંગો વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment