લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત ભાજપે તૈયારી તેજ કરી દીધી છે. જિલ્લા કારોબારીના અપેક્ષિત સભ્યોની કમલમમાં બેઠક ચાલી રહી છે. જેમાં નવસારી લોકસભા બેઠકની રણનીતિ મુજબ અન્ય લોકસભા બેઠકોની ચૂંટણી અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવશે. બેઠકમાં સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી મેનેજમેન્ટ અને બુથ મેનેજમેન્ટનું પ્રેઝન્ટેશન આપશે. મહત્વનું છે કે, દેશમાં સૌથી વધુ મત સાથે નવસારી લોકસભા બેઠક ભાજપે કબજે કરી હતી.આજે અમદાવાદ, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની કારોબારી બેઠક પણ યોજાવા જઈ રહી છે. આગામી દિવસોમાં અન્ય જિલ્લાની કારોબારી સભ્યોની બેઠક બોલાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવસારી લોકસભા બેઠકના તર્જ પર અન્ય લોકસભા સીટોની ચૂંટણી લડશે.
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ, કમલમમાં યોજાય રહી છે મહત્વની બેઠકો
New Update