ડાંગ જિલ્લાનું "ગૌરવ" : પંજાબ BSFમાં ફરજ બજાવતા પોસલ્યા પવારની PSI તરીકે જમ્મુ મુકામે બઢતી…

અનાથ આશ્રમ આહવા, ભરૂચ અને રાજકોટ વગેરે જગ્યાએ અભ્યાસ કરી રાજકોટથી બીએસએફમાં ભરતી

New Update

ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ હારપાડાનો એક અનાથ બાળક પોસલ્યા મોતીરામ પવાર જેણે પોતાનો અભ્યાસ અનાથ હોવાના કારણે અનાથ આશ્રમ આહવા, ભરૂચ અને રાજકોટ વગેરે જગ્યાએ અભ્યાસ કરી રાજકોટથી બીએસએફમાં ભરતી થઈ તેમણે આજે 33 વર્ષ બીએસએફમાં સર્વિસ કર્યા બાદ અત્યારે તેમને પીએસઆઈ તરીકે જમ્મુ મુકામે બઢતી મળી છે, જે ખૂબ જ ગોરવની વાત છે. અને તેઓ પંજાબ બીએસએફમાં ફરજ બજાવે છે અને પીએસઆઈ તરીકે જમ્મુ ખાતે તેમની પોસ્ટિંગ થવા જઈ રહી છે.

આમ પોતે નાનપણથી જ અનાથ હોય તેમનું નામ પોસલ્યા મુકવામાં આવેલ હતું, પોસલ્યાનું કોંકણી ભાષામાં અનાથ મતલબ થાય છે, આમ અનાથ આશ્રમમાં અભ્યાસ કરી તેઓએ દેશ માટે 33 વષૅ સેવા આપી. હાલે તેઓને જમ્મુમાં પીએસઆઈ તરીકેની બડતી મળી છે. જેથી તેઓના અન્ય પરિવારજનો અને ભિસ્યા ગામના બાગુલ પરિવારના લોકો અને તમામ ગ્રામજનોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે.


Latest Stories