- ગુજરાતની બે દિવસીય મુલાકાતે PM મોદી
- એકતા નગર ખાતે PM મોદી કરશે બે દિવસનું રોકાણ
- PM ના હસ્તે રૂ.280 કરોડના પ્રકલ્પોનું ઉદઘાટન અને શિલાયન્સ કરાયો
- 31મીના રોજ PM મોદી પુષ્પાંજલિ કરશે અર્પણ
- PMએ કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને કર્યા સંબોધિત
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે છે.જ્યાં તેઓ રૂ.280 કરોડથી વધુના ખર્ચના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ PM મોદીએ આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા.
PM મોદી દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યાર બાદ PM મોદી એકતાનગર ખાતે આવેલા VVIP ગેસ્ટહાઉસ ખાતે જ રાત્રિ રોકાણ કરશે અને તારીખ 31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી એકતા પરેડ નિહાળશે.