/connect-gujarat/media/post_banners/380e2c796c745d11cb5fbe0d10564de8524297867d8ac2fd4259c42a4ca99df2.webp)
મોરબીમાં ખાનગી બસ પલટી જતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી જાણકારી અનુસાર, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી ખાઇ ગઇ હતી.ખાનગી બસ વડોદરાથી કચ્છના આદિપુર જઇ રહી હતી. બસમાં 31 જેટલા લોકો સવાર હતા. ત્યારે હળવદ-માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી ગઇ હતી. જેથી 13 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
અકસ્માતમાં ઘાયલ થનારાઓમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ, રહે- ધોળકા, વિનુભાઈ પરમાર (45) રહે, અમદાવાદ, વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે, આણંદ, સૌરભ સોની (30) રહે, બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (34) , કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુર, રવિભાઈ પટેલ (31) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ, કાનો દિનેશભાઇ (19) અમદાવાદ, દિગ્વિજયભાઈ કાનભાઈ, સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામનો સમાવેશ થાય છે.