ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ IAS અને IPS અધિકારીઓને પ્રમોશન

રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા...

New Update
ias and ips pramotion

ગુજરાત રાજ્યમાં વર્ષ 2026ના પ્રથમ દિવસે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા હતા. રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા હતા.

IAS મોના કે.ખંધારને અન્નનાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી.ડો.ટી.નટરાજનને નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેરાજીવ ટોપ્નોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકેમમતા વર્માને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે તથા મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબરાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીના પ્રમોશન આપવામાં આવ્યા હતા. જેમાં ડો.એસ.પાંડિયા રાજકુમાર,એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડરગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું હતું.

IGP ગ્રેડમાં પ્રમોશન

અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનર નીરજ કુમાર બડગુજરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવીશોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું હતું.

DIG ગ્રેડમાં પ્રમોશન

ડો. સુધીરકુમાર જે. દેસાઈએસ.પી. (ઇન્ટેલિજન્સગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી આપવામાં આવી હતી. બલરામ મીણાને રાજ્યપાલશ્રીના ADC ને DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી. ડો. કરણરાજ વાઘેલા DCP (ઇકોનોમિક વિંગસુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું હતું. એસ.વી. પરમારને કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) DIG ગ્રેડમાં બઢતી અપાઈ હતી. એ.એમ. મુનિયા કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી આપવામાં આવી હતી.

Latest Stories