કેન્દ્ર સરકારના બેન્ક મર્જર કરવાના નિર્ણય સામે વિરોધ, બેન્ક કર્મચારીઓની 2 દિવસ હડતાળ...

2 દિવસ હડતાળના કારણે કરોડોના ટ્રાન્ઝેક્શનને અસર અમદાવાદ અને ભરૂચ સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકારના બેન્ક મર્જર કરવાના નિર્ણય સામે વિરોધ, બેન્ક કર્મચારીઓની 2 દિવસ હડતાળ...
New Update

રાજ્યમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારી અને અધિકારીઓએ કેન્દ્ર સરકારના બેન્ક મર્જર કરવાના નિર્ણય અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદ અને ભરૂચ સહિત રાજ્યભરની સરકારી બેન્કના કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સહિત દેશભરમાં બેન્ક કર્મચારીઓ આજથી 2 દિવસની હડતાળ પર ઉતર્યા છે. તા. 16 અને 17 ડિસેમ્બરના રોજ દેશ અને રાજ્યની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારી-અધિકારીઓ હડતાળ યોજી પોતાની કામગીરીથી દૂર રહેશે. કારણ કે, કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં બેન્કિંગ સેક્ટરમાં એક મહત્વનો સુધારો કરવા જઈ રહી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં સરકારી મૂડી 51%થી ઘટાડી રહી છે. જેના કારણે બેન્કોનું સંચાલન ખાનગી માલિકી થઈ જવાની આશંકા વધી છે, ત્યારે આ મામલે અમદાવાદ શહેરના લાલ દરવાજા ખાતે બેન્કના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

તો બીજી તરફ ભરૂચ શહેરમાં પણ બેન્કના કર્મચારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા બેન્કનું ખાનગીકરણ કરવાના પ્રયાસ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બેન્ક યુનિયનો દ્વારા સરકારી બેન્કોમાં 2 દિવસની હડતાળના પગલે ભરૂચ સરકારી બેન્ક કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારની બેન્ક નીતિ સામે વિરોધ પારદર્શન કરવામાં આવ્યું હતું. બેન્કના તમામ કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહીને ઉગ્ર દેખાવો કર્યો હતો. આ હડતાળમાં 4800 રાષ્ટ્રીયકૃત બેન્કના કુલ 70 હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. 2 દિવસની હડતાળના કારણે 20 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનને અસર પડશે. જોકે, બેન્કનું કામકાજ ઠપ્પ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

#Gujarat #ConnectGujarat #Protest #હડતાળ #Central Goverment #Bank Merge #bank employees Strike #Bankers Strike #બેન્ક કર્મચારી
Here are a few more articles:
Read the Next Article