New Update
/connect-gujarat/media/post_banners/3ce4eff57ed1658ca973676e394017745471d797f06657a1f92a79fdb5e74d09.webp)
હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. જ્યારે આવતા વર્ષે એટલે કે, 2024મા લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને બીજેપીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આજે ભાજપ દ્વારા સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગરહવેલીના પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે.
Latest Stories