Connect Gujarat
ગુજરાત

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણ લોકસભા-કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર કર્યો...

રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરી

X

પાટણ લોકસભા-કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર

પ્રગતિ મેદાન ખાતે ચંદનજી ઠાકોરનો ચૂંટણી પ્રચાર

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સભા સંબોધી

કેન્દ્રની ભાજપ સરકાર પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર

સભાને સંબોધી ચંદનજી ઠાકોરને જિતાડવાની અપીલ

પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પાટણના પ્રગતિ મેદાન ખાતે સભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજરોજ પાટણ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરી હતી. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ તકે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, દેશનો યુવાન જ્યારે સેનામાં જોડાય ત્યારે દેશ ભક્તિની ભાવનાથી જોડાય છે, પણ મને લાગે છે કે, અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે. અમે આ સ્કિમને રદ્દ કરીશું. કારણ કે, આ સ્કિમ આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસથી આવી છે, અને આનાથી દેશને નુકસાન થાય છે.

દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા આપીશું, રૂપિયા મહિલાઓના ખાતામાં જશે કેમ કે, તેઓ ડબલ કામ કરે છે. અમારી યોજના 'પહેલી નોકરી પક્કી'માં બેરોજગાર યુવાનોને નોકરી મળશે. કોરોડો યુવાનોને મહિને 8 હજાર રુપિયા અને ટ્રેનિંગ મળશે. તો બીજી તરફ, રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ વિશે કરેલા નિવેદનના વિરોધમાં પાટણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ટી.બી. ત્રણ રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસે 12 લોકોની અટકાયત કરી હતી.

Next Story