New Update
/connect-gujarat/media/media_files/auhvfCryHwcXSGnjjNQ2.jpg)
વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વર્તમાનમાં ભારે વરસાદની સંભાવના નહીંવત રહેશે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા હવે વરસાદનું જોર ઘટશે. ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ થઇ શકે છે.
જે મુજબ આજે 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.